રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોને ટીટેનસ અને ડિપ્થેરિયાની રસી આપવામાં આવે છે, જે અંતર્ગત મહેસાણા જીલ્લામાં એક પખવાડિયામાં 30 ટકા રસીકરણ પૂર્ણ કરાયું છે. જિલ્લાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના નોડલ ઓફિસરના જણાવ્યા મુજબ, જિલ્લામાં 27મી જૂનથી શાળા પ્રવેશોત્સવ સાથે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ પણ હાથ ધરાયો છે, જેમાં જિલ્લાના 79 હજાર બાળકોને રસી અપાશે તેમજ 3 લાખ 70 હજાર બાળકોના આરોગ્યની ચકાસણી થશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાદેવપુરા ખાતે માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણુક પરિવર્તન સંચાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોના આરોગ્ય સંભાળ અંગે જાણકારી આપવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 11, 2024 5:28 પી એમ(PM) | સ્વાસ્થ્ય