ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2024 2:50 પી એમ(PM) | CUET યુજી

printer

રાષ્ટ્રીય પરિક્ષા એજન્સી-એનટીએએ કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ- CUET યુજી 2024નાં પરિણામ જાહેર કર્યા

રાષ્ટ્રીય પરિક્ષા એજન્સી-એનટીએએ કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ- CUET યુજી 2024નાં પરિણામ જાહેર કર્યા છે. દેશભરમાં કુલ 14 લાખ 99 હજાર ઉમેદવારોએ 2024-25નાં શૈક્ષણિક સત્ર માટે 283 કેન્દ્રીય, રાજ્ય અને ભાગ લેનારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા નોંધણી કરાવી હતી.
વિદેશમાં 26 સહિત કુલ 379 શહેરોનાં વિવિધ કેન્દ્રોમાં 15 મેથી 29 મે દરમિયાન આ પરીક્ષા યોજાઈ હતી. એનટીએનાં જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીઓને પરિણામ પહોંચાડવાની પ્રક્રિયાચાલી રહી છે અને ઉમેદવારોએ વધુ વિગતો માટે યુનિવર્સિટીઓ અને સંસ્થાઓનો સંપર્ક સાધવો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ