ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 12, 2024 8:00 પી એમ(PM) | નશા મુક્ત અભિયાન

printer

રાષ્ટ્રીય નશા મુક્તિ ઝુંબેશ અંતર્ગત દેશભરમાંથી 1 કરોડથી વધુ લોકોએ નશા મુક્તિ માટેના શપથ લીધા

સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલયે નશા મુક્ત અભિયાન અંતર્ગત સમૂહશપથવિધિ સમારોહનુ  આયોજન કર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રી ડૉ.વિરેન્દ્ર કુમારે નવી દિલ્હીમાં લોકોને નશા મુક્તિ માટેના શપથ લેવડાવ્યા હતા. આ વર્ષેવિકાસ ‘ભારતનો મંત્ર, ભારતબને નશાથી સ્વતંત્ર’ વિષય હેઠળ તેની ઉજવવણીકરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રીએ સમારોહને સંબોધતા જણાવ્યું કે અત્યાર સુધીમાંદેશમાં 11 કરોડથીવધુ લોકો આ ઝુંબેશ સાથેજોડાઈ ચૂક્યા છે. આજે આયોજીત આ ઓનલાઇન કાર્યક્રમમાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો, કેન્દ્રીય મંત્રાલયો, વિદ્યાર્થીઓ, શાળાઓ, કૉલેજો, યુનિવર્સિટી, NCC વિદ્યાર્થીઓ, સહિતએક કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સમાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલય દ્વારા 15 ઑગસ્ટ, 2020ના રોજ નશા મુક્ત અભિયાન ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ