રાષ્ટ્રીય તપાસ સંસ્થા-એનઆઈએએ આતંકવાદીઓની ઘૂસણખોરી અને સુરક્ષા દળો તથા નાગરિકો પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું.
રિયાસી, ઉધમપુર, ડોડા, રામબન અને કિશ્તવાડ જિલ્લામાં આએ શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન NIAને ઘણા દસ્તાવેજો મળ્યા છે જે આતંકવાદીઓ અને પ્રતિબંધિત જૂથો વચ્ચેના સંપર્કોને જાહેર કરે છે.
NIAએ આ જૂથો સાથે જોડાયેલા લોકોની પણ શોધ કરી છે. ગયા મહિને NIAએ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતીના આધારે ગૃહ મંત્રાલયના નિર્દેશ પર કેસ નોંધ્યો હતો.
Site Admin | નવેમ્બર 22, 2024 7:08 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર