રાષ્ટ્રીય તપાસ એજન્સી- NIAએ બિહારના પટનામાં આતંકવાદને ભંડોળ પૂરું પાડવા સંબંધિત એક કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
દિલ્હી આંતરાષ્ટ્રીય હવાઇ મથક પરથી મોહમ્મદ સજ્જાદ આલમ નામના આરોપીની ધરપકડ કરાઇ છે.આરોપી બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાનો રહેવાસી છે. જે કર્ણાટક અને કેરળ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત સ્થિત સિન્ડિકેટ્સ દ્વારા બિહારમાં ગેરકાયદેસર ભંડોળ પહોંચાડવામાં સામેલ હતો.
આ ભંડોળનો ઉપયોગ ગુનાઇત અને ગેરકાનૂની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું છે કે આરોપી પ્રતિબંધિત સંગઠન PFIનો સભ્ય છે જેની સામે પટનાની વિશેષ અદાલતે ધરપકડનું વોરંટ જારી કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:44 પી એમ(PM)