રાષ્ટ્રીય જળ જીવન મિશને દેશના 15 કરોડ ગ્રામીણ કુંટુબોને પાણીનાં નળ જોડાણ પૂરા પાડવાની ઐતિહાસિક સિધ્ધિહાંસલ કરી છે.
આ અભિયાને કેવળ પાંચ જ વર્ષમાં 12 કરોડ નવા જોડાણ પૂરા પાડ્યાં છે. 2019 સુધી દેશના ગ્રામ વિસ્તારોમાં 3 કરોડ ઘરોને નળથી પાણી મળતું હતું. 2018માં આ અભિયાન અંતર્ગત 2024 સુધીમાં દેશના ગ્રામ વિસ્તારોના તમામ ઘરોને નળથી પાણી પુરુ પાડવાનો લક્ષ્યાંક રખાયો હતો.
જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે કહ્યું કે, આ સિધ્ધીએ ગ્રામજનોને કેવળ ચોખ્ખા પાણીની જ ભેટ નથી આપી, પરંતુ તેમના જીવનધોરણમાં સુધારો કર્યો છે.
Site Admin | જુલાઇ 23, 2024 8:24 પી એમ(PM) | historic milestone | Nal Se jal | National Jal Jeevan Mission | tap water connections
રાષ્ટ્રીય જળ જીવન મિશને દેશના 15 કરોડ ગ્રામીણ કુંટુબોને નળથી જળ પહોંચડ્યાં
