રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે મહેસાણા જિલ્લા ગ્રંથાલય ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાશે. જેમાં 17 હજારથી વધુ ગ્રંથો પુસ્તક પ્રેમીઓ નિહાળી શકશે. આ પ્રદર્શનમાં સંસ્કૃત પ્રાચીન હસ્તપ્રતો ઉપરાંત 12 હજારથી વધુ દુલર્ભ ગ્રંથો તેમજ 4 હજારથી વધુ અલભ્ય ગ્રંથો પણ હશે. 874 વર્ષ પહેલાંની પૌરાણિક હસ્ત લેખિત શ્રીમદ ભગવદ ગીતા પણ પ્રદર્શિત કરાશે. સંસ્કૃત હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના ગ્રંથો આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે. આ ગ્રંથાલય રાજ્યનો એક માત્ર કેન્દ્રીય અનામત ભંડાર છે. જે 33 વર્ષથી દુર્લભ પુસ્તકો સાચવે છે.
Site Admin | નવેમ્બર 18, 2024 3:26 પી એમ(PM)