રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી છે. તમામ પુરસ્કાર વિજેતાઓને 17 મી જાન્યુઆરીના રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ખાસ કાર્યકર્મમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરાશે.
જેમાં વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, પેરિસ ઓલિમ્પિકમાં ડબલ મેડલિસ્ટ મનુ ભાકર, ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવશે. તેમાં એથ્લેટ્સ જ્યોતિ યારાજી અને અન્નુ રાની, કુસ્તીબાજ નીતુઅને સ્વીટી, ચેસ ખેલાડી વંતિકા અગ્રવાલ, હોકી પ્લેયર સલીમા ટેટે, અભિષેક, સંજય, જરમનપ્રીત સિંહ અને સુખજીત સિંહનો સમાવેશ થાય છે. પેરા-આર્ચર રાકેશ કુમાર, પેરા એથ્લેટ્સપ્રીતિ પાલ, જીવનજી દીપ્તિ, અજીત સિંહ અને સચિન ખિલારીને પણ અર્જુન એવોર્ડ મળશે. અનુભવી એથ્લેટ સુચા સિંહ અને અનુભવી પેરાસ્વિમર મુરલીકાંત પેટકરને આજીવન અર્જુન પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. સાથે જ દ્રોણાચાર્ય પુરસ્કાર માટે પેરા-શૂટિંગકોચ સુભાષ રાણા, શૂટિંગ કોચ દીપાલીદેશપાંડે,હોકી કોચ સંદીપ સાંગવાન, બેડમિન્ટન કોચ એસ મુરલીધરન અને ફૂટબોલ કોચઅરમાન્ડો એગ્નેલો કોલાકોની પસંદગી કરવામાં આવી છે. તો ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાનેરાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.
ચંદીગઢ યુનિવર્સિટી, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી અને ગુરુ નાનક દેવયુનિવર્સિટી, અમૃતસરને મૌલાના અબુલકલામ આઝાદ ટ્રોફી મળશે. પુરસ્કાર વિજેતાઓને આ મહિનાની 17મી તારીખે રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરાશે. ઉલ્લેખનીય છે કે, પુરસ્કારો માટેની પસંદગી સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ નિવૃત ન્યાયાધીશ જસ્ટિસ વી. રામા સુબ્રમણ્યમ અને ખ્યાતનામ ખેલાડીઓ, રમતગમત પત્રકારત્વનો અનુભવ ધરાવતા વ્યક્તિઓ અને રમત પ્રબંધકો હતા.
Site Admin | જાન્યુઆરી 2, 2025 7:38 પી એમ(PM)