રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL) ફરી શરૂ કરવા આર્થિક બાબતોની કેબિનેટસમિતિ, CCEA એ 11 હજાર 440 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાંમીડિયાને જણાવ્યું હતું કે, ગઈકાલની કેબિનેટ બેઠકમાં આમાટેના પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આંધ્રપ્રદેશની RINL દેશના સ્ટીલ ક્ષેત્રની એક મહત્વપૂર્ણ કંપની છે.શ્રી વૈષ્ણવે કહ્યું કે, આ પેકેજની મદદથી, RINL ના તમામ કર્મચારીઓ તેમજ આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબફાયદો થશે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 7:50 પી એમ(PM) | રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ