કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRFએ ગત એક વર્ષમાં નવ સો જેટલા રાહતબચાવ કામગીરી કરીને ત્રણ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે.’ નવી દિલ્હીમાં શહીદ સ્મૃતિ સમારોહ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોહને આમ જણાવ્યું હતું.
શ્રી મોહને ઉમેર્યું કે, ‘NDRF એ નાગરિકોના વિશ્વાસનું પ્રતિક બની ગયું છે.’ તેમણે ઉત્તરાખંડ, વાયનાડ, આંધ્રપ્રદેશ અને સિક્કિમમાં કટોકટી દરમિયાન NDRFની બહાદુરી અને સક્રિયતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોહને કહ્યું કે, ‘શહીદોની બહાદુરીને સમગ્ર દેશ હંમેશા યાદ રાખશે.’
Site Admin | ઓક્ટોબર 30, 2024 2:18 પી એમ(PM)
રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRFએ ગત એક વર્ષમાં ત્રણ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા
