રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં આજથી વિવિધ કાર્યક્રમો યોજાશે.
સ્પેસ એપ્લિકેશન સેન્ટરના નિયામક નિલેશ દેસાઈએ ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક એકની શાળાથી આ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. 23 ઓગષ્ટ સુધી ચાલનારી આ ઉજવણીમાં પાટણ ભુજ ભાવનગર રાજકોટના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો ઉપરાંત કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં અવકાશ અંગેન ફિલ્મ શો, અવકાશ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા તેમજ રોકેટરી વર્કશોપ અને પેઇન્ટિંગ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજશે.
ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે શાળાના વિદ્યાર્થીઓમાં રુચિ કેળવવા માટે દર વર્ષે 23મી ઓગસ્ટનો દિવસ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવાય છે.
Site Admin | ઓગસ્ટ 12, 2024 4:00 પી એમ(PM) | રાષ્ટ્રીય અવકાશ દિવસ