રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા હેતુથી 15 ઓગસ્ટ સુધી ચાલનાર ‘હર ઘર તિરંગા ઝુંબેશ’નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.
નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે દેશના નાગરિકોને પોત-પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા, તેમજ તિરંગા સાથે સેલ્ફી લઈને હર ઘર તિરંગા વેબસાઇટ પર અપલોડ કરવા અપીલ કરી છે.
તેમણે જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના શરૂઆત પ્રંસગે 2022માં હર ઘર તિરંગા ઝુંબેશની શરૂઆત કરાઈ હતી. ગયા વર્ષે દસ કરોડથી વધુ લોકોએ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવીને સેલ્ફી અપલોડ કરી હતી. આ દરમિયાન દેશભરમાં 200થી વધુ સાંસ્કૃતિક આયોજનો કરાશે, અને 13 ઓગસ્ટના રોજ સાંસદ સભ્યો તેમજ મંત્રીઓ તિંરગા બાઇક રેલી કાઢશે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 10:58 એ એમ (AM) | મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત