ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 2:01 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી યુક્રેન અને યુરોપમાં ન્યાયી અને કાયમી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ : યુક્રેન સંરક્ષણ મંત્રી

યુક્રેનના સંરક્ષણ મંત્રી રુસ્તમ ઉમેરોવે સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી વાતચીતને રચનાત્મક ગણાવતા જણાવ્યું કે આ બેઠકમાં મુખ્ય મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરાઇ.
યુક્રેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા શ્રી ઉમેરોવે જણાવ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી યુક્રેન અને યુરોપમાં ન્યાયી અને કાયમી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ બેઠક પહેલા જેદ્દાહમાં અનેક તબક્કાની વાટાઘાટો થઈ હતી જેમાં યુક્રેને અમેરિકા પાસેથી લશ્કરી સહાય અને ગુપ્ત માહિતી પુનઃસ્થાપિત કરવાના બદલામાં 30 દિવસના યુદ્ધવિરામના અમેરિકાના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો.
દરમિયાન, આજે અમેરિકા અને રશિયા વચ્ચે યોજાનારી વાટાઘાટો રાજદ્વારી પ્રયાસોમાં આગામી મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ