રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું છે. અલ્જિરીયાની રાજધાની અલ્જીયર્સમાં અલ્જિરીયા- ભારત આર્થિક મંચને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. તેમણે દ્વિપક્ષી ભાગીદારીને વધુ મજબૂત કરવા તેમજ સહયોગના એક નવા યુગની દિશામાં નવી ગતિ પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જિરીયા,
મૉરિટાનિયા અને મલાવીના પ્રવાસ અંતર્ગત અલ્જીયર્સમાં છે.
આ પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મૉરિટાનિયા માટે રવાના થશે. છેલ્લા તબક્કામાં તેઓ 17થી 19 ઑક્ટોબર સુધી મલાવીના પ્રવાસે રહેશે. આ દેશોના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ઉચ્ચ નેતૃત્વ સાથે દ્વિપક્ષી બેઠક કરવાની સાથે મુખ્ય વેપાર અને ઉદ્યોગજગતના નેતાઓ તેમજ ભારતીય પ્રવાસીઓ સાથે સંવાદ કરશે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 10:48 એ એમ (AM) | Akashvani | akashvaninews | India | news | newsupdate | topnews | ભારત | રાષ્ટ્રપતિ | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ