રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહાર દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ બિહારની પ્રશંસા કરતા કહ્યું, આ પ્રાચીનકાળથી જ જ્ઞાન અને વિકાસની ધરતી રહી છે. તેમણે બિહારના લોકો પોતાની પ્રતિભા, દ્રઢ સંકલ્પ અને તનતોડ મહેનતથી વિકસિત ભારત અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ બિહારના વીરો અને મહાપુરુષોની પાવન ધરતી છે. તેમણે કહ્યું, ભારતીય ઇતિહાસને ગૌરવવંતો બનાવનારું આ રાજ્ય આજે પોતાની વિકાસ યાત્રામાં મહત્વના સ્થાન પરથી પસાર થઈ રહ્યું છે. શ્રી મોદીએ એ વાત પર પણ ભાર આપ્યો કે, બિહારના પરિશ્રમી અને પ્રતિભાશાળી લોકોના આ વિકાસમાં મહત્વની ભૂમિકા છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું કેન્દ્ર રહેલા બિહારના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવામાં કોઈ કસર નહીં રાખીએ.
Site Admin | માર્ચ 22, 2025 3:19 પી એમ(PM)
રાષ્ટ્રપતિ મુર્મૂ અને પ્રધાનમંત્રી મોદીએ આજે બિહાર દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી
