રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, આવનારી પેઢીઓ માટે આપણે સ્વચ્છ પર્યાવરણનો વારસો પૂરો પાડવાની આપણી નૈતિક જવાબદારી છે. આ માટે આપણે પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવી પડશે. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન 2025નું ઉદ્ઘાટન કરતાં સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું.
સુશ્રી મુર્મૂએ કહ્યું, આપણે સૌએ વર્ષ 2047 સુધી ભારતને એક એવો વિકસિત દેશ બનાવવાનો છે, જ્યાં હવા, પાણી, હરિયાળી અને આનંદ સમગ્ર વિશ્વ સમુદાયને આકર્ષિત કરે.
બે દિવસના આ સંમેલનનો ઉદ્દેશ પર્યાવરણ નિષ્ણાતો, નીતિનિર્માતાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓને એક મંચ પર લાવીને મહત્વના પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો તેમજ કાર્યવાહીનું યોગ્ય નિરાકરણ શોધવાનું છે.
Site Admin | માર્ચ 29, 2025 3:13 પી એમ(PM)
રાષ્ટ્રપતિ મુર્મૂએ લોકોને પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો
