ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 31, 2025 7:45 પી એમ(PM) | રાષ્ટ્રપતિ ભવન

printer

રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદમાં તેમના સંબોધન દરમિયાન કોઈપણ સમયે થાકેલા નહોતા

રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદમાં તેમના સંબોધન દરમિયાન કોઈપણ સમયે થાકેલા નહોતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પક્ષના કેટલાક અગ્રણી નેતાઓની ટિપ્પણીઓએ ઉચ્ચ પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે અને તે અસ્વીકાર્ય છે. તેમાં ઉમેર્યું હતું કે આવી ટિપ્પણીઓ દુર્ભાગ્યપૂર્ણ અને સંપૂર્ણપણે ટાળી શકાય તેવી છે.
રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ માને છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો, મહિલાઓ અને ખેડૂતો માટે બોલવું ક્યારેય કંટાળાજનક ન હોઈ શકે. કોંગ્રેસના નેતાઓ કદાચ હિન્દી જેવી ભારતીય ભાષાઓમાં રૂઢિપ્રયોગ અને પ્રવચનથી પરિચિત નથી એટલે જ તેઓએ આવી ટીપ્પણી કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ