રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ન્યૂઝિલેન્ડના ઑકલેન્ડ ખાતે ત્રણ દિવસીય પ્રવાસે પહોંચી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ કિરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સોન સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુ અહીં શિક્ષણ સંમેલનને સંબોધન કરશે, ઉપરાંત ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ બે દિવસના ફિજિ પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ્ પહોંચી રહ્યા છે. તેઓ પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે, જેઓ પ્રશાંત દેશોની મુલાકાત લઈ રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 10:38 એ એમ (AM)