રાષ્ટ્રપતિ દ્વૌપદીમુર્મુએ આજથી ત્રણ દિવસ માટે ફિજી, ન્યૂઝીલેન્ડ્સ અને તિમોર લેસ્તેના પ્રવાસે છે.આ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ દ્વીપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. સાથે જ ભારતીય પ્રવાસીઓસાથે મુલાકાત કરશે. ભારતીય રાષ્ટ્રપતિનોઆ પ્રથમ ફિજી અને તિમોર લિસ્તે પ્રવાસ છે. એક એઠવાડિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિમૂર્મુ આ દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત અને વિસ્તારિત કરવા માટે દ્વીપક્ષીય બેઠકકરશે. આ ત્રણેય દેશોમાં ભારતીય પ્રવાસીઓ સાથેના જોડાણ અને સંબંધો આ પ્રવાસના કેન્દ્રમાંરહેશે. યાત્રાનો હેતુ ત્રણેય દેશ સાથે દેશના ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવા અને એક્ટઇસ્ટ નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવાનો છે.
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:59 પી એમ(PM)