રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયું છે. આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજ્યપાલ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય મંત્રી અમિત શાહ,ધર્મેન્દ્રપ્રધાન,શિવરાજસિંહ ચૌહાણ,અશ્વિની વૈષ્ણવ અને ડૉ મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ સંમેલનમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ,પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. બેઠકમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ,ઉચ્ચશિક્ષણમાં સુધાર અને યુનિવર્સિટીઓને માન્યતા તેમજ આદિવાસી વિસ્તારો, જિલ્લાઓ કે આંતરિયાળ વિસ્તારો માટે જરૂરી વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે. ઉપરાંત એક ભારત, શ્રેષ્ઠ ભારત, એક પેડ મા કે નામ તેમજ પ્રાકૃતિક ખેતી જેવા અભિયાનોમાં રાજ્યપાલોની ભૂમિકા અંગે ચર્ચા કરાશે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM) | aakshvani | aakshvaninews | India | news