ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 28, 2024 1:56 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ નવ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂંક કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રિપુરાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ બનશે. રાજસ્થાનના પૂર્વ રાજ્યસભા સાંસદ ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષકુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. આસામના ભૂતપૂર્વ લોકસભા સાંસદ રામેન ડેકાને છત્તીસગઢ અને કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી સી.એચ. વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
ઝારખંડના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, તો આસામના વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સિક્કિમના વર્તમાન રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. ભારતીય વહીવટી સેવાના ભૂતપૂર્વ અધિકારી કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ