રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ એશિયાઈ બૌદ્ધ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. બે દિવસ ચાલનાર આ સંમેલન બૌદ્ધ ધર્મના સમૃદ્ધ વારસાને રેખાંકિત કરશે. બૌદ્ધ મતના વિશિષ્ટ પ્રતિનિધિ, વિદ્વાન તેમજ અનુયાયીઓ તેમાં ભાગ લેશે.
બેઠક દરમિયાન બૌદ્ધ સમુદાય સામે આવી રહેલા પડકારોના ઉકેલો વિશે ચર્ચા થશે. સંસ્કૃતિ મંત્રાલયે આતંરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહકારથી આ સંમેલનનું આયોજન કરાયું છે, જેનું વિષય વસ્તુ છે ‘એશિયાને સુદૃઢ કરવામં બુદ્ધ ધમ્મની ભૂમિકા’.
Site Admin | નવેમ્બર 5, 2024 9:39 એ એમ (AM) | રાષ્ટ્રપતિ