ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 3:40 પી એમ(PM) | #Akashvani AkashvaniNews

printer

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું કે ઇસરોએ દેશના સામાજિક – આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ ચંદ્રયાનની સફળતાને સમર્પિત છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદ્ઘટન કરતા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું કે ઇસરોએ દેશના સામાજિક – આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ઇસરોની સફર શરૂઆતથી શાનદાર રહી છે. તેમણે કહ્યું કે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ એ ભારતનો વિકાસ છે. વધુમાં સુશ્રી મુર્મુએ જણાવ્યું કે ભારતના અવકાશ કાર્યક્રમનો હેતુ સામાજિક અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે.
આ વર્ષે ‘ચંદ્રને સ્પર્શતા, જીવનને સ્પર્શવું’ વિષય વસ્તુ સાથે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ રહી છે, જે સમાજ અને ટેક્નોલોજીનો અવકાશ સંશોધન ક્ષેત્રે ઉંડી અસરોને દર્શાવે છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કહ્યું, આ દિવસ અવકાશ ક્ષેત્રમાં ભારતની નોંધપાત્ર યાત્રાની યાદ અપાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અવકાશ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આ દિવસ ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરવાનો પણ છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ ક્ષેત્રને લગતા શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ