રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. શ્રી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આતંકવાદીઓના આ કૃત્યને કાયરતાપૂર્ણ ગણાવતા, તેઓ હુમલાના સજ્જડ જવાબના હકદાર હોવાનું જણાવ્યું. રાષ્ટ્રપતિએ શહીદ થયેલા જવાનોના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં ગઈકાલે સૈન્ય કાફલા પર થયેલા હુમલામાં પાંચ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય પાંચ જવાનો ગંભીર રીતે ઘવાયા છે. કઠુઆના બદનોટા ગામમાં પેટ્રોલિંગ કરી રહેલા સૈન્ય વાહન પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને બાદમાં ગોળીબાર કર્યો હતો..
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે અને હુમલામાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિંહે કહ્યું, રાષ્ટ્ર આ મુશ્કેલ સમયમાં આર્મી જવાનોના પરિવાર સાથે અડગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે હાલ કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન ચાલી રહ્યું છે અને ભારતીય જવાનો આ ક્ષેત્રમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | જુલાઇ 9, 2024 4:17 પી એમ(PM) | રાષ્ટ્રપતિ