રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલજીરિયા, મૉરિટાનિયા અને મલાવીનાં એક સપ્તાહના પ્રવાસના પહેલા તબક્કામાં ગત સાંજે અલજીરિયાની રાજધાની અલજીયર્સ પહોંચ્યાં છે. આજે તેઓ અલજીરિયાના રાષ્ટ્રપ્રમુખને મળશે. તેમજ બંને દેશના સંબંધને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે અલજીરિયાના મુખ્ય નેતાઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષી બેઠક કરશે.
આ પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ મૂર્મું 16મી ઑક્ટોબરે મૉરિટાનિયા જશે અને છેલ્લા તબક્કા હેઠળ 17થી 19ઑક્ટોબર સુધી મલાવી પહોંચશે. મૉરિટાનિયા અને મલાવીના નેતાઓની સાથે સંવાદ ઉપરાંત વેપાર અને ઉદ્યોગજગતના વડાઓને મળશે. દરમિયાન ભારતીય સમુદાયને પણ મળવાનું આયોજન છે. રાષ્ટ્રપતિના પ્રવાસથી આફ્રિકી દેશો સાથે ભારતના સંબંધ વધુ મજબૂત થશે.