રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આફ્રિકાના ત્રણ દેશો અલ્જેરિયા, મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. ભારતના અધ્યક્ષ પદે G 20 શિખર બેઠક દરમિયાન આફ્રિકા સંઘને G 20 ના કાયમી સભ્ય તરીકે સ્થાન મળ્યાના એક વર્ષ બાદ આ દેશોની ભારતની આ પ્રથમ મુલાકાત છે.
રાષ્ટ્રપતિ તેમની આ એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન, વિવિધ દ્વિપક્ષીય બેઠકો કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, તેઓ અલ્જેરિયા જશે. મુલાકાત દરમિયાન તેઓ અલ્જેરિયાના પ્રમુખ અબ્દેલ માદજીદ ટેબ્બોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સુશ્રી મુર્મુ ભારત-અલ્જીરિયા આર્થિક મંચ અને સિદી અબ્દેલ્લાહ વિજ્ઞાન અને ટેક્નોલોજી યુનિવર્સિટીમાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ 16મી ઑક્ટોબરે મોરિટાનિયાની
મુલાકાત લેશે.
અંતિમ તબક્કામાં તેઓ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન માલાવીની મુલાકાત લેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ માલાવીના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને વેપાર અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ મુલાકાતનો ઉદ્દેશ્ય આફ્રિકાના દેશો સાથેના ભારતના વર્તમાન મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.