રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશમાં મંગલાગિરી એઈમ્સ અને સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમના દીક્ષાંત સમારોહમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિકંદરાબાદની ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજમાં રાષ્ટ્રપતિ ધ્વજ પણ રજૂ કરશે. તેઓ રાષ્ટ્રપતિ નિલયમ ખાતે મહાનુભાવો અને શિક્ષણવિદોના સ્વાગત સમારોહમાં હાજરી આપશે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 9:31 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ