રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા અને યુવાનોને સમાન તકો પૂરી પાડીને વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.આજે માનવ અધિકાર દિવસ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં મૂર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 5 હજાર વર્ષથી પણ જૂની સંસ્કૃતિ ધરાવતા ભારતે સૌહાર્દ, કરૂણાનાં મૂલ્યો જાળવી રાખ્યા છે. તેમણે બાળકોમાં વધી રહેલા તણાવને દૂર કરવા પગલાં લેવા આહવાન કર્યું છે અને એનએચઆરસી સહિતનાં હિતધારકો દ્વારા નબળા સમુદાયને સશક્ત કરવા માનવ અધિકાર માટે લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી.(બાઇટ-રાષ્ટ્રપતિ મુર્મુ) વિશ્વભરમાં માનવ અધિકારોનું રક્ષણ કરવા નિર્ધારિત માપદંડોનું પાલન કરવા 1948માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.આ વર્ષનો વિષય છે “આપણા અધિકારો, આપણું ભવિષ્ય, વર્તમાનમાં” છે.
Site Admin | ડિસેમ્બર 10, 2024 1:50 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ