રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ ફિજી, ન્યૂઝિલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસે જશે. રાષ્ટ્રપતિશ્રી આજે સાંજે નવી દિલ્હીથી ફિજી જવા રવાના થશે. રાષ્ટ્રપતિશ્રી ફિજીની રાજધાની સુવા ખાતે દ્વિપક્ષીય બેઠક યોજશે. દરમિયાન તેઓ ફિજિયન સંસદને સંબોધિત કરી સમુદાયની વાતચીતમાં ભાગ લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી ન્યૂઝિલેન્ડમાં પણ દ્વિપક્ષીય બેઠક યોજશે. તેમ જ વેલિંગ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય શિક્ષણ પરિષદને સંબોધશે.
રાષ્ટ્રપતિશ્રી ઑકલેન્ડમાં સામુદાયિક સ્વાગત સમારોહમાં ભારતીય ડાયસ્પૉરા અને ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયા સાથે પણ સંવાદ કરશે.તિમોર લેસ્તેની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિશ્રી રાજધાની દિલી ખાતે દ્વિપક્ષીય બેઠક કરશે અને તિમોર-લેસ્તે અને ફ્રેન્ડ્ઝ ઑફ ઇન્ડિયામાં ભારતીયો સાથે સમુદાયના સ્વાગતમાં ઉપસ્થિત રહેશે