રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાના બાંગરીપોસી ખાતે ત્રણ નવી રેલ્વે લાઇન – બાંગરીપોસીથી ગૌમહિસાની, બદામપહાડથી કેંદુઝારગઢ અને બુડામોરાથી ચકુલિયાનો શિલાન્યાસ કરશે.
દક્ષિણ-પૂર્વ રેલ્વે હેઠળ આવતી નવી રેલ લાઇન્સ ઓડિશાના મુખ્ય પ્રદેશોને જોડશે અને તેનાથી કનેક્ટિવિટી વધશે, આર્થિક વિકાસને ઉત્તેજન મળશે અને આ પ્રદેશમાં જીવનધોરણમાં સુધારો થશે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા તાજેતરમાં રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્પતિ ગયા મંગળવારથી તેમના ગૃહ રાજ્ય ઓડિશાની 5 દિવસની મુલાકાતે છે, આજે તેઓ દિલ્હી પરત ફરશે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 8:45 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ