રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની પાંચ દિવસીય મુલાકાતે જશે.
તેમની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પંડિત રઘુનાથ મુર્મુની નવી પ્રતિમાનું અનાવરણ કરશે અને ભુવનેશ્વરમાં આદિમ ઓવાર જરપા જાહેરની મુલાકાત લેશે.રાષ્ટ્રપતિ પુરીના જગન્નાથ મંદિરમાં પણ પૂજા કરશે. રાષ્ટ્રપતિ ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલયની 75મી વર્ષગાંઠની ઉજવણી અને બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળ દિવસની ઉજવણીમાં હાજરી આપશે.
5મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજીના 40મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેમના હસ્તે ભુવનેશ્વર ખાતે નવા ન્યાયિક અદાલત સંકુલનું પણ ઉદ્ઘાટન થશે.
બીજા દિવસે, રાષ્ટ્રપતિ મુર્મુ રાયરંગપુર ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે વાર્તાલાપ કરશે. તેમની મુલાકાતના છેલ્લા દિવસે, રાષ્ટ્રપતિ બાંગીરીપોસી-ગોરુમહિસાની, બુરમારા-ચકુલિયા અને બદમપહાર-કેંદુઝારગઢ રેલ લાઇન્સ, રાયરંગપુરમાં આદિજાતિ સંશોધન અને વિકાસ કેન્દ્ર, રાયરંગપુરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરશે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:43 એ એમ (AM) | રાષ્ટ્રપતિ