રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ચાર દિવસની તમિલનાડુની મુલાકાત અંતર્ગત આજે કોઈમ્બતુર પહોંચ્યા છે. તેઓ વેલિંગ્ટન ઊટી ખાતે આવતીકાલે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજમાં યોજાનાર એક કાર્યક્રમમાં ઉપસ્થીત રહેશે. 29મી એ તેઓ નીલગીરીમાં આદિવાસી સમુદાય સાથે વાતચીત કરશે.
રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને કોઈમ્બતુર અને ઉટી તથા તેની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા કરવામાં આવી છે. પ્રતિકૂળ હવામાનને કારણે રાષ્ટ્રપતિ રોડ માર્ગે ઊટી જઈ રહ્યા છે.
Site Admin | નવેમ્બર 27, 2024 2:33 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ