ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 3, 2024 2:55 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 5 થી 10 તારીખ સુધી  ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની મુલાકાતે લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 5 થી 10 તારીખ સુધી  ફિજી, ન્યુઝીલેન્ડ અને

તિમોર-લેસ્ટેની મુલાકાતે લેશે.

ગઈકાલે નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમાં પૂર્વીય બાબતોના સચિવ જયદીપ
મજુમદારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિની ફિજી અને
તિમોર-લેસ્ટે દેશની આ પ્રથમ મુલાકાત હશે.

શ્રી મજમુદારે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્ટ ઈસ્ટ નીતિ પર
ભાર મૂક્યો ત્યારથી ભારતનું વિશેષ ધ્યાન દક્ષિણ પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્ર પર છે
અને આ ત્રણેય  આ ત્રણેય દેશો એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ આવતાં હોવાથી રાષ્ટ્રપતિની આ
યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે.

રાષ્ટ્રપતિ મુર્મુ પ્રથમ તબબકામાં  5 થી 7 ઓગસ્ટ સુધી ફિજીમાં રહેશે. જ્યાં
તેઓ ફિજીના રાષ્ટ્રપતિ કેટોનીવેરે અને પ્રધાનમંત્રી સિટિવેની રાબુકા સાથે મુલાકાત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ