રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સાહિત્ય માનવતાને સશક્ત અને સમાજને શ્રેષ્ઠ બનાવે છે. ગઈકાલે નવી દિલ્હીમાં સાહિત્ય આજતક સન્માન સમારોહમા સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. સુશ્રી મૂર્મૂએ કહ્યું કે સાહિત્ય બદલાતા સંજોગો અનુસાર માનવતાના શાશ્વત મૂલ્યોનુ ઘડતર કરેછે. તેમણે કહ્યું કે દેશના પ્રાદેશિક સાહિત્યના કાર્યોમાં અખંડ ભારતની ચેતના હંમેશા હાજર રહી છે.
Site Admin | નવેમ્બર 24, 2024 8:38 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ