ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવા માટે ‘રાષ્ટ્ર પ્રથમ’નો અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવા માટે ‘રાષ્ટ્ર પ્રથમ’નો અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે હૈદરાબાદમાં લોક મંથનની ચોથી આવૃત્તિને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ દેશમાં અનેક વિવિધતા હોવા છતાં સંગઠિત રાખવા ભારતીય સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને જ્ઞાનનો નવસંચય કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રપતિએ હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું ઔપચારિક ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુલામીની માનસિકતા દૂર થાય તે પછી સામાજિક અસમાનતાનો અંત આવશે. રાષ્ટ્રપતિએ સરકારે તાજેતરમાં લીધેલાં કેટલાંક નિર્ણયોને ટાંક્યા હતા, જેમાં નવા ગુનાઇત કાયદાઓનો અમલ, રાષ્ટ્રપતિભવનમાં દરબાર હોલનું નામ પરિવર્તન અને ન્યાયની દેવીની પ્રતિમા પરથી કાળી પટ્ટી હટાવવાનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ જિશ્નુ દેવ વર્મા, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, અને આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ