રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે. આજે બપોરે દિલ્હીમાં મીડિયાને સંબોધતા સચિવ જયદીપ મઝુમદારે કહ્યું કે ભારતનારાષ્ટ્રપતિ દ્વારા ફિજી અને તિમોર લેસ્ટેની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તેમની પૂર્વ તરફના દેશોની નીતીની જાહેરાત કરી છે ત્યારથી દક્ષિણ પૂર્વ એશિયાઅને પ્રશાંત મહાસાગર ક્ષેત્ર ઉપર ભારતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુ 5 થી 7 ઓગસ્ટ દરમિયાન મુલાકાતના પ્રથમ તબક્કામાં ફિજીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિમુર્મુ તેમના પ્રવાસના બીજા તબક્કામાં 8મી અને 9મી ઓગસ્ટે ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે. પ્રવાસના છેલ્લા તબક્કામાં, રાષ્ટ્રપતિ મુર્મુ 10મી ઓગસ્ટે તિમોર-લેસ્ટેનીમુલાકાત લેશે અને રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે
Site Admin | ઓગસ્ટ 2, 2024 8:13 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ