રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગ્યે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે. આકાશવાણી, દિલ્હી તેના ઈન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઈવ ન્યૂઝ 24×7, એફએમ ગોલ્ડ અને એફએમ રેઈનબો ચેનલ્સ પર રાષ્ટ્રપતિ મુર્મુના સંદેશનું પ્રસારણ કરશે.
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવશે. આ દિવસ રાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરે છે. રાષ્ટ્રપતિનો સંદેશ આવતીકાલે તમામ પ્રાથમિક ચેનલો, સ્થાનિક રેડિયો સ્ટેશનો અને આકાશવાણીના FM ગોલ્ડ અને FM રેઈનબો નેટવર્કની તમામ ચેનલો પર સવારે 8:45 કલાકે અને સાંજે 5:30 કલાકે ફરીથી પ્રસારિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈ ખાતે આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત ‘જનજાતિ ગૌરવ દિવસ’ ના સમારોહમાં હાજરી આપશે. આકાશવાણી, દિલ્હી તેની એફએમ ગોલ્ડ અને ઈન્દ્રપ્રસ્થ અને આકાશવાણી લાઈવ ન્યૂઝ 24×7 ચેનલો પર સવારે 11.30 વાગ્યાથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે.
Site Admin | નવેમ્બર 14, 2024 6:47 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ