ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 13, 2024 4:40 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવાની સાથે જ યુવાનો માટે રોજગારીની મોટી તકો પણ ઉભી કરે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે પ્રવાસનનો વિકાસ માત્ર આપણા વારસાને પ્રોત્સાહન આપવાની સાથે જ યુવાનો માટે રોજગારીની મોટી તકો પણ ઉભી કરે છે. રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે, તેમણે આજે રમત ક્ષેત્ર અને ઝંડા ચોક સ્કૂલ અને ગેમ ઝોન ફેઝ 2 સહિત કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, રાષ્ટ્રપતિએ પ્રદેશના પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક વિકાસમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગરહવેલી વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રપતિએ વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટે ગામડાઓના વિકાસ પર પણ ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા પણ દાહરાવી હતી અગાઉ, રાષ્ટ્રપતિએ સિલ્વાસામાં NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લીધી હતી. બાદમાં રાષ્ટ્રપતિ દીવમાં INS ખુકરી મેમોરિયલની મુલાકાત લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ