રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના પ્રવાસે આવશે. દરમિયાન પહેલા દિવસે તેઓ જમ્પોરમાં પક્ષીગૃહ, દમણમાં સરકારી ઇજનેરી મહાવિદ્યાલય અને નિફ્ટ પરિસરની મુલાકાત લેશે.
બીજા દિવસે શ્રીમતી મુર્મૂ સેલવાસમાં નમૉ આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રીમતી મુર્મૂ જાંડા ચોક શાળાનું પણ ઉદ્ઘાટન કરશે તેમજ સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. તેઓ દીવમાં I.N.S. ખુકરી સ્મારકની પણ મુલાકાત લેશે.
Site Admin | નવેમ્બર 12, 2024 9:30 એ એમ (AM) | રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ દાદરા-નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે આવશે
