રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, ‘સરદાર પટેલ એક મહાન દેશભક્ત અને અગ્રણી રાષ્ટ્રનિર્માતા હતા.’
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, ‘સરદાર પટેલનું એક મજબૂત અને અખંડ ભારતનું સપનું લોકોને સદભાવ, વિશિષ્ટતા અને રાષ્ટ્રીય ગૌરવને વધારવા માટે પ્રેરણા આપે છે.’ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ઉપ-રાષ્ટ્રપતિએ તમામ લોકોને સરદાર પટેલના એકતાના વારસાને જાળવી રાખવાનો સંકલ્પ લેવાનો પણ આગ્રહ કર્યો હતો.
સંવિધાન સદનનાં સેન્ટ્રલ હોલમાં સંસદસભ્યો, ભૂતપૂર્વ સંસદસભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ શ્રી પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી.
Site Admin | ઓક્ટોબર 31, 2024 2:01 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ