ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃત્રિત બુદ્ધિમત્તા – AI ટેક્નોલોજીને યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં વિશાળ તકો આપનારું ગણાવ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમગ્ર વિશ્વ માટે પ્રાથમિક ક્ષેત્ર બની ગયું છે અને આ ઉભરતી ટેક્નોલોજી યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં વિશાળ તકો ખોલશે.
ગઈકાલે છત્તીસગઢમાં રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાન – NIT રાયપુરના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા પર વૈશ્વિક ભાગીદારીનું સ્થાપક સભ્ય છે.
અગાઉના દિવસે રાષ્ટ્રપતિએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા-AIIMS રાયપુરના પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. તેમણે આવનારા સમયમાં આ સંસ્થા લોકકલ્યાણના કાર્યોમાં વધુ વિસ્તરણ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રપતિએ તબીબોને તમામ લોકોની, ખાસ કરીને આર્થિક રીતે નબળાં લોકો અને વંચિતોની સેવા કરવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ છત્તીસગઢની બે દિવસની મુલાકાતે ગઈકાલે રાયપુર પહોંચ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ