નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામં રાજ્યપાલોનું 2 દિવસીય સંમેલન યોજાશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાનારું રાજ્યપાલોનું આ પહેલું સંમેલન હશે. રાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યું કે, તમામ રાજ્યોના રાજ્યપાલ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, આ સંમેલનના એજન્ડામાં ત્રણ ફોજદારી કાયદાનું અમલીકરણ, ઉચ્ચ શિક્ષણમાં સુધારા અને વિશ્વ વિદ્યાલયોની માન્યતા તેમ જ કેન્દ્રીત ક્ષેત્રનો વિકાસ સામેલ છે. પ્રચાર અભિયાનોમાં રાજ્યપાલોની ભૂમિકા અને રાજ્યોમાં વિવિધ કેન્દ્રીય સંસ્થાઓ વચ્ચે યોગ્ય સંકલન સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
Site Admin | જુલાઇ 31, 2024 11:07 એ એમ (AM) | India