રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દેશોનાં પ્રવાસનાં ત્રીજા દિવસે આજે અલ્જિરીયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસનાં બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આવતી કાલે મોરિટાનિયા માટે રવાના થશે. અંતિમ તબક્કામાં તેઓ 17થી 19 ઓક્ટોબર સુધી મલાવીનો પ્રવાસ કરશે. આ દેશોનાં પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વિપક્ષીય બેઠકો કરશે અને વેપાર ઉદ્યોગ જગતનાં ટોચનાં નેતાઓ અને ભારતીય મુળનાં નિવાસીઓ સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિનાં પ્રવાસનો હેતુ આફ્રિકાનાં દેશો સાથે ભારતનાં સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 5:14 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દેશોનાં પ્રવાસનાં ત્રીજા દિવસે આજે અલ્જિરીયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે
