રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્જિરિયાની મુલાકાતનાં બીજા દિવસે આજે શહીદ સ્માર મકામ ઇચહિદની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિએ મૌદજાહિદના રાષ્ટ્રીય સંગ્રહાલયની પણ મુલાકાત લીધી, જ્યાં ફ્રેન્ચ સંસ્થાનવાદ વિરુદ્ધ અલ્જિરીયાનો સંઘર્ષ સંગ્રહિત છે. અલમૌરાડિયા પેલેસ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે અલ્જિરીયાનારાષ્ટ્રપતિ અબ્દેલમદજીત તેબ્બૌનસાતે દ્વિપક્ષીય બેઠક કરી અને પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા ચાલુ છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અલ્જિરીયા-ભારત આર્થિક મંચનેપણ સંબોધન કરશે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 7:44 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્જિરિયાની મુલાકાતનાં બીજા દિવસે આજે શહીદ સ્માર મકામ ઇચહિદની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી
