રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણને પગલે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઈઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન ડૉક્ટર મુઇઝુ દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજશે. એક નિવેદનમાં, માલેમાં રાષ્ટ્રપતિ કાર્યાલયે બંને રાષ્ટ્રો વચ્ચેના સહકારને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો અને સ્વીકાર્યું કે માલદીવના વિકાસ માટે ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે. માલદીવના રાષ્ટ્રપતિ વેપાર ઉદ્યોગ સંબંધિત કાર્યક્રમો માટે મુંબઈ અને બેંગલુરુની પણ મુલાકાત લેશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત માલદીવ સાથેના સંબંધો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. ભારત દ્વીપસમૂહ રાષ્ટ્રમાં લોકોના જીવનની સુખાકારી માટે વિકાસ સહાય પૂરી પાડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:51 પી એમ(PM) | રાષ્ટ્રપતિ