રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગાણાની એક દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રીમતી મૂર્મુ હૈદરાબાદમાં નાલસાર લો યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. આઠ દિવસ ચાલનારા આ કલા મહોત્સવમાં પૂર્વોત્તર રાજ્યોની કલા, સંસ્કૃતિ, હસ્તકલા અને ભોજનની વિવિધતા પ્રદર્શિત કરાશે. આ ઉત્સવમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરાના કારીગરો અને કલાકારો પૂર્વોત્તર પ્રદેશોની સંસ્કૃતિને જીવંત કરશે.આ આઠ રાજ્યોના કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યપાલો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુએ કહ્યું છે કે સત્ય બોલવાથી કાનૂની બંધુત્વ વધુ શક્તિશાળી બને છે. આજેહૈદરાબાદમાં નલસાર યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં, રાષ્ટ્રપતિ મુર્મુએ વંચિત વર્ગોને સામાજિક ન્યાય માટે કામ કરવાની જરૂરિયાત પરભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ વધુ સારા પ્રદર્શન માટે વિદ્યાર્થિનીઓની પ્રશંસા કરી હતીઅનેમહિલા સશક્તિકરણ માટે કામ કરવા હાકલ કરી હતી. મહિલાઓ પર થતા અત્યાચાર અંગે ચિંતાવ્યક્ત કરતા તેમણે કહ્યું કે અત્યાચાર સામે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ.રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિદ્યાર્થીઓએરાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરવું જોઈએ. રાષ્ટ્રપતિએ શૈક્ષણિકક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરનારા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 7:57 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગાણાની એક દિવસીય મુલાકાતે છે
