ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 19, 2024 8:24 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, મહાકાલ, ઉજ્જૈન શહેરમાં સદીઓથી સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા ચાલતી આવે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, મહાકાલ, ઉજ્જૈન શહેરમાં સદીઓથી સંસ્કૃતિ અને સભ્યતાની પરંપરા ચાલતી આવે છે. આજે ઉજ્જૈનમાં સફાઇ મિત્ર સંમેલનને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં સ્વચ્છતા અભિયાન રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ બની ગઈ છે અને તેનાંથી દેશમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે. સ્વચ્છ ભારત મિશનનાં લક્ષ્ય પૂરા કરવાનું આહવાન કરતા તેમણે આ મુજબ જણાવ્યુઃ
રાજ્યની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ઉજ્જૈન-ઇન્દોર સિક્સ લેન હાઇવેનું વર્ચ્યુઅલ ભૂમિ પુજન પણ કર્યું હતું. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે જણાવ્યું કે, સ્વચ્છ ભારત અભિયાનમાં મધ્યપ્રદેશે બીજું સ્થાન મેળવ્યું છે અને ઇન્દોર સાત વાર દેશનું સૌથી સ્વચ્છ શહેર રહ્યું છે.
રાષ્ટ્રપતિ ઇન્દોરની દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવા પ્રોત્સાહિત કરવા આહવાન કર્યું હતુ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ