રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે. તેઓ આજે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલોજી (MNIT)ના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશની મુલાકાતે છે. જ્યાં તેઓ સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કરશે. ઉપરાંત ઉજ્જૈન ખાતે ઈન્દોર-ઉજ્જૈન સિક્સ લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે ઈન્દોર ખાતે દેવી અહિલ્યા યુનિવર્સિટીના 14મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. શુક્રવારે, રાષ્ટ્રપતિ મુર્મુ ઝારખંડમાં ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેકન્ડરી એગ્રીકલ્ચર રાંચીના શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંબોધન કરશે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2024 8:42 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #DroupadiMurmu | India | newsupdate
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે.
