રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન અમૃત સરોવરોનું નિર્માણ કરાયું તેમ જ અનેક જળાશયોને પુનઃર્જીવિત કરાયા હતા. સુશ્રી મુર્મૂએ કહ્યું, ભારતીય પ્રાચીન ગ્રંથોમાં હજારો વર્ષો પહેલા જળ સંરક્ષણનો ઉલ્લેખ છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આઠમા ભારત જળ સપ્તાહનો પ્રારંભ કરાવતા સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું હતું.
ચાર દિવસના આ કાર્યક્રમ દરમિયાન 40 વિવિધ દેશમાંથી 200 સહિત લગભગ ચાર હજાર પ્રતિનિધિ ભાગ લેશે અને પ્રદર્શન દરમિયાન 100થી વધુ પ્રદર્શક અને સ્ટાર્ટઅપ્સ પાણીક્ષેત્રે તેમના વિચારો પ્રદર્શિત કરશે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 2:56 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ