રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વશાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી એકનાથ શિંદે, કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે અને નાયબમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ઉપસ્થિત રહેશે. સુશ્રી મુર્મુ ઉદયગીરી કોલેજના મેદાનમાં ‘શાસન ઉપલ્યા દારી’ અને ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીન યોજના’ના લાભાર્થીઓને પણ મળશે. આ સાથે જ નાંદેડમાં તખ્ત સચખંડ શ્રી હુઝુર સાહિબ ગુરુદ્વારાની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે સુશ્રી મુર્મુ સોમવારથી મહારાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાતે છે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 8:49 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #draupadimurmu #Maharashtra #Latur
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વશાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે.
